Saturday, July 22, 2023

world environment day


• ૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ:-



 • પર્યાવરણ એટલે શુ ? :-

   વનસ્પતિઓ , પ્રાણીઓ અને માનવજાત સહિત બધાં સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે.પર્યાવરણના બધાં જ જૈવિક અને અજૈવિક ઘટકો સમતુલાની જાળવણી માટે એકબીજા પર આધારિત છે .




• 5 જુન વિશ્વ પર્યાવરણ દિન ઉજવાણી 

  જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે.પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત ભ્રષ્ટ્રનું મુખ્ય સાધન છે .૧૯૭૨માં પ.મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. ૧૯૭૩ માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઇ પ્રદૂષણ , વસ્તી વધારો , ગ્લોબલ વોર્મિંગ , સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પણ જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે .આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી 






સમગ્ર સૃષ્ટી પર્યાવરણને આભારી છે . આ બાબત માનવી સારી પેઠે જાણતો હોવા છતાં તે પર્યાવરણનો બેફામ ઉપયોગ કરે છે . પર્યાવરણનું જતન એ માનવીની નૈતિક જવાબદારી છે .

વૃક્ષા વાવો જીવન બચાવો એ માત્ર સૂત્ર નથી એ આપણી જવાબદારી પણ છે . જો આપણે પર્યાવરણનુ સંરક્ષણ નહી કરીશુ આપણી ભાવિ પેઢીને સુંદર કુદરતી વારસો નહી આપી શકીશુ .

પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે. આપણી પ્રજા શાણી અને સમજુ છે. અહિંસા આપણો જીવન મંત્ર છે. પ્રકૃતિપ્રેમ અહીની સંસ્કૃતિ છે.જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. ૫મી જૂને ""વિશ્વ પર્યાવરણ દિન''ની ઊજવણી કરવામાં આવે છે. અને અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.

           વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીતા.05-જુન-2023 ને સોમવાર ના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે. આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઈન્ડિયા મિશન લાઈફ મંત્ર હેઠળ પર્યાવરણને અનુકૂળ જીવનનો સંદેશ આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં ગ્લાસગોમાં આયોજિત UNFCC કોપ-26માં સૌપ્રથમ આનો ઉલ્લેખ કર્યો હતો.

 ગુજરાત સરકાર દ્વારા "વન કવચ" થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરશે.

    ગુજરાત વન વિભાગ દ્વારા ઝડપી વન ઊભા કરવા માટેની પદ્ધતિ ‘ વન કવચ ' યોજના અમલમાં છે , જે અન્વયે શહેરી વિસ્તારની પડતર જમીનમાં હરિયાળી વધારવા તથા હરિત ક્ષેત્રની જાળવણી કરવા માટે ઝડપથી ઘનિષ્ઠ વાવેતરથી નાનું વન બનાવવામાં આવે છે . આ વનો બે વર્ષની સામાન્ય માવજત બાદ આપબળે પરિપક્વ બનવા લાગે છે . અને કોઈ પણ પ્રકારની વિશેષ કાળજી વિના વિકાસ પામે છે . એકબીજાની નજીક વાવવામાં આવ્યા હોવાથી વૃક્ષોના મુળ જમીનને પકડી રાખે છે અને આંતર સ્પર્ધાના કારણે તેઓ ઝડપથી વિકાસ પામે છે .


 પર્યાવરણ માટે  જંગલોની ઉપયોગીતા :- 

જંગલો  આપણે બધા જાણીએ છીએ કે જંગલો આપણા ખૂબ જ કિમતી   સ્ત્રોત  છે . જંગલમાંથી આપણે ખોરાક , ઘાસચારો , રેસાઓ , ઇમારતી લાકડું , બળતણ , દવાઓ , રેઝીન અને વાંસ મેળવીએ છીએ . વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેક અને વસ્તુઓના સંગ્રહ માટેની ટોપલી બનાવવામાં થાય છે . છતાં પણ માનવજાતિના વધતા વસવાટ સાથે જંગલો કાપવામાં આવે છે . પ્રવર્તમાન પરિસ્થિતિમાં જંગલ વિસ્તાર અને તેની ગુણવત્તા નોંધનીય રીતે ઘટી રહે છે . આપણા દેશમાં ફક્ત 768436 ચો.કિમી જંગલ વિસ્તારો છે , જે કુલ જંગલ વિસ્તારના 23,38% જ છે.  દુનિયામાં જંગલોનું આવરણ ઝડપથી ઘટી રહ્યું છે . વિકસિત દેશોમાં તો તે ખૂબ જ ત્વરિત છે તેના પકારણે ઝડપથી વધી રહેલો વસ્તીવધારો , ઔદ્યોગિકરણ અને શહેરીકરણ છે . જંગલોનો વિનાશ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે . ખાસ કરીને ઉષ્ણ કટિબંધ વિસ્તારોમાં જંગલો કાપાવાથી ગંભીર અસરો થાય છે . જંગલો કપાવાથી વરસાદનુ પ્રમાણ ઘટે છે. અને  વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે , જમીનની ફળદ્રુપતા ઘટે છે . વાતાવરણમાં CO નું પ્રમાણ વધે છે અને વિશ્વના તાપમાનમાં વધારો થાય છે , પરિણામે ગ્રીનહાઉસની  અસર  સર્જાય છે.ગ્રીનહાઉસ અસરના કારણે હિમાલયનો બરફ ઓગળવા માંડયો છે .ગયા વર્ષે   2022 ના ફેબ્રુઆરી મહિનામાં ઉત્તરાખંડના ચમોલીમાં દ્રોણાગિરી ગ્લેશિયર ફાટવાથી કેટલાય લોકો તણાઈ ગયાની ઘટના બનેલ.

પર્યાવરણ બચાવવાની શુ કરવુ:-

પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ ,અને વૃક્ષોનુ જતન.

     આપણે પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R ’ વિશે જાણીએ છીએ.

(A).Reduce ( ઓછું કરવું ) , 

(B).Recycle ( પુનઃચક્રીયતા ) , અને 

(C).Reuse ( પુનઃઉપયોગિતા ) છે . 

( A ) .ઓછું કરવું ( Reduce ) : જે નૈસર્ગિક સ્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે . જરૂરિયાત વગરની લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરીને વીજળીનો બચાવ કરી શકાય . પાણીનો દુરુપયોગ અટકાવી શકાય . કાણાંવાળી નળીઓને સાવધાનીથી સમારિત કરી કે ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન કરી પાણીને બચાવી શકાય . પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ ( લિકવીફાઇડ પેટ્રોલિયમ ગૅસ L.PG. ) નો ઓછો ઉપયોગ કરી ખોરાક રાંધવા માટે સૂર્યશક્તિથી ચાલતા વાસણો સાધનોનો ઉપયોગ કરી શકાય . જો ખનીજ સ્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃઉપયોગ કરાય તો તેમને શોધવા માટે ખાણ - ખોદાણ ઘટાડી શકાય.

( B ).પુનઃચક્રીયતા ( Recycle ) : ઉદ્યોગો દ્વારા ખાસ ઉદ્ભવતા મીણિયા , કાગળ , કાચ , ધાતુઓના ટુકડાઓને યોગ્ય અને ઉચિત તાપમાને ગરમ કરી , ગાળણ કરી તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરી શકાય તે પ્રક્રિયા પુનઃચક્રીયકરણ તરીકે જાણીતી છે. પુનઃચક્રીયતા કરતાં પહેલાં આપણે કચરાને યોગ્ય રીતે અલગ કરવાની જરૂર પડે છે , જેથી પુનઃચક્રીયકરણ માટેની ચીજવસ્તુઓ ફેંકાઈ ન જાય ( C) પુનઃઉપયોગિતા ( Reuse ) :- પુનઃચક્રીયકરણની પ્રક્રિયા ઊર્જાનો ઉપયોગ કરતી હોવાથી પુનઃઉપયોગની પદ્ધતિ હંમેશાં ઉત્તમ ગણાય છે . રંગબેરંગી કાચના ટુકડાઓ , ચીનાઈ માટીમાંથી બનતા કપ અને ડિશ - રકાબી , રાસાયણિક ટાઇલ્સ વગેરેના ઉપયોગથી દીવાલો શણગારી શકાય . વિવિધ ખાદ્યસામગ્રી જેવી કે મુરબ્બો કે અથાણાં માટે ખરીદાયેલી પ્લાસ્ટિકની બૉટલોનો રસોડામાં મીઠું , ખાંડ , ચા , કઠોળ વગેરેના સંગ્રહ માટે ઉપયોગ કરી શકાય .

 વન - સંરક્ષણ કરવા શુ પગલા લઇ શકાય

☆જંગલો કાપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ  અપનાવવી જોઈએ.

☆યોગ્ય દરે દિશાસૂચક વનીકરણ અને જંગલો  કાપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી  જોઈએ.

☆   આગથી જંગલોને બચાવવા જોઈએ.

☆    ગેર કાનુની વૃક્ષોની કાપણી અટકાવવી  જોઈએ.

☆ઝડપી વૃદ્ધિ પામતા વૃક્ષો ઉછેરવા જોઈએ,દા.ત. નીલગીરી , ગમાળો , ગુલમહોર , જાબુડો .

☆    સામાજિક વનીકરણ અપનાવવું જોઈએ .

☆     બળતણ , ધાસચારો , ઇમારતી લાક , ફળો વગેરે મેળવવા માટે લોકોએ ઝડપી વૃદ્ધિ પામતા વૃક્ષો ખેતરની ફરતે , સડક અને રેલવે - રસ્તાની બંને બાજુએ નહેરોની આસપાસ વિકસાવવા જોઈએ .           ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે.  

    ""વૃક્ષો વાવો''ની ઝૂંબેશ અતિ અનિવાર્ય છે.આવો ,  વૈશ્વિક પર્યાવરણ પ્રત્યે જનમાનક્ષમાં જાગૃતતા લાવી , વધુમાં વધુ વૃક્ષારોપણનું આયોજન થાય તેવો "વિશ્વ પર્યાવરણ દિને''  સામુહિક સંકલ્પ લઈએ ...

   "પર્યાવરણની કરો રક્ષા ,વૃક્ષની  થશે સુરક્ષા" 

     હાલમાં પ્રદુષણ, વનનાબૂદી જેવા વિવિધ કારણોસર આપણું પર્યાવરણ બગડી રહ્યું છે. તે આપણા બધા માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે પરંતુ કેટલાક પ્રયાસોથી આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છીએ. આજે, વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં, અપણે બધા સાથે મળી  વિશ્વ પર્યાવરણ દિવસ પર  આપણા  મિત્રો અને સંબંધીઓને પર્યાવરણના રક્ષણ માટે જાગૃત કરીએ.

                     

     पर्यावरण दिवस' मनाने का मुख्य उद्देश्य दुनियाभर में लोगों के बीच पर्यावरण प्रदूषण, जलवायु परिवर्तन, ग्रीन हाउस के प्रभाव, ग्लोबल वार्मिंग, ब्लैक होल इफेक्ट आदि ज्वलंत मुद्दों और इनसे होने वाली विभिन्न समस्याओं के प्रति सामान्‍य लोगों को जागरूक करना है और पर्यावरण की रक्षा के लिए उन्‍हें हर संभव प्रेरित करना है.

  ખેચી વાદળો અહિં કોણ લાવશે પાણી વિના જીવન કેમ ચાલશે આધુનિકતા થી કેટલુ ચાલશે વૃક્ષ વિના જીવન કેમ દોડશે આવનારી પેઢી તમને ચૂમશે વધુ વૃક્ષ વાવી ફરજ કરીયે આવો આપણા પ્રિયજન અને જગતને વૃક્ષ ની ભેટ આપીએ 











No comments:

Post a Comment