Sunday, June 11, 2023

કુળદેવી એટલે શું

     * કુળ  કુળદેવી/દેવતા 

    કુળદેવી એટલે શું  કુળદેવી .. ‘આપણા  કુળ ની દેવી એટલે 'કુળદેવી/દેવતા' આપણે દરેક ને પોતાના   કુળની  કુળદેવી હોય છે કુળ દેવી એટલે આપણા કુળની તારણહાર જ્યારે  પરીવાર ઉપર કોઇ મોટા સંકટ/ આફતમા આવી પડે અને કોઇ આસરો ન હોય ત્યારે આપણને તે સંકટ/ આફત માંથી બહાર નિકળવા  જે સહારો બને તેજ કુળદેવી દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે . જેની અસિમ કૃપા થી તમારો પરીવાર સુખ , શાંતિ અને સલામતી અનુભવતો હોય છે . કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઇ શકો , તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરીવાર મા જોવા મળશે.. અને આ એક સત્ય હકિકત છે..

     કુળદેવી/કુળદેવતા જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની આપણી  રક્ષા કરશે..ખોટા નિર્ણય લેતા આપણને રોકશે અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની આપણી આગળ ચાલશે . . આપણને  ઘણા લોકો કહે છે..બધું નશીબ થી ચાલે છે... નહીં નસીબ આપણો કર્મ છે અને એ કર્મ થકી કુળદેવા આપણા તારણહાર છે. જ્યારે  જીંદગીમાં  એવા દુઃખ આવે છે કે  જે ના કહેવાય  કે ના સહેવાય એવા હોય છે ... આવા સમયે એક જ ઉપાય કુળદેવી નું શરણ છે. તેથી તો તેને કુળદેવી /કુળદેવતા તારણહાર  કહેવાય છે. જેનાથી આપણામાં  નવી શકિત નો સંચાર અને નવા વિચારો નો પ્રારંભ થાય છે ..

    ઘણા લોકો  કહે છે કે અમારી જોડે  સમય નથી , ઘણા લોકો એવુ  કહે છે કે  ઉંમર હજુ કયાં થઇ છે આખી જિન્દગી પડી છે ને અથવા તો હવે ઉંમર થઇ..અરે ભાઇ ૩૬૫ દિવસ માંથી બે દિવસ પણ તમે ખોટા કોઇ જગ્યા એ બગાડયા નથી? તો શું  વર્ષમાં  એક વાર  આપણે સહ પરીવાર કુળદેવીના દર્શનાર્થે ના જઈ શકીએ.  વર્ષમાં એકવાર સહ પરિવાર સાથે અવશ્ય   કુળ દેવી કે કુળ દેવતાના દર્શને જવુ જોઇએ.આખુ વર્ષ હાય હાય કરી જિંદગી ની  ભાગદોડ  માંથી બહાર નિકળી કુળ દેવતાના શરણે શિશ નામાવવા જવું જોઈએ. જ્યારે      કુળદેવી દેવતાના દર્શન કરશો અને તેને આપણી સમક્ષ જોઈશું ત્યારે વર્ષ દરમિયાનનો જીંદગી નો થાક ઉતરી ગયાનો અહેસાસ અવશ્ય થશે.

     આપણા કુળ દેવી , દેવતાઓ મા શ્રધ્ધા રાખો . કુળ દેવી , કુળ દેવતા બધાની ઇચ્છા પુરી કરે છે.. તેમના આશીર્વાદ હંમેશા આપણા પરિવાર તેમજ કુળ પર હોય છે. 

    જયારે તમે હારી થાકી જાવો કોઈ રસ્તો ન મળે કાંઈ સૂઝે નહિ ત્યારે શાંત ચિતે ઘરના મંદિર માં પોતાની કુળદેવી સમક્ષ બે હાથ જોડી તમારી તમામ મુશ્કેલી  જેમ આપણે આપણી માત- પિતા અંગત મિત્ર આગળ  ખુલ્લા મને ચર્ચા  કરીએ છીએ તેમ કુળદેવી/કુળદેવતા આગળ બધી જ આપવીતી કહેવી દિલથી માં આગળ રડી પડવુ અને બધો ભાર હળવો કરવો એ તમાને માર્ગ બતાવશે.દુનિયા આગળ આંસુ પાડતા તે મજાક કરશે જ્યારે માં/કુળદેવી/દેવતા માર્ગ બતાવશે.

             "मेरा आपकी कृपा से सब काम हो रहा हे"

                        " જય કુળ દેવીમાં"

No comments:

Post a Comment