સૂર્ય નમસ્કાર વ્યક્તિને વિવિધ રોગોમાંથી મુક્ત કરનાર વૈજ્ઞાનિક વ્યાયામ છે. તે આપણે પ્રાચીન ઋષિઓ દ્વારા વારસામાં મળેલી મહાન સાધના માટેની અનમોલ ભેટ છે. ભાર્તમાં પ્રાચીન સમયથી પ્રાતઃકાળે સૂર્યદેવને નમસ્કાર કરી મંત્રોચ્ચાર કરી સહ આરાધના કરવાનો રિવાજ પ્રવર્તે છે.
ભારતની પ્રાચીન પરંપરામાં વ્યાયામનું વિશેષ મહત્વ રહ્યું છે . આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. નર્યા એટલે નરવા તથા તંદુરસ્ત . શરીર નિરોગી તે સૌ પ્રથમ સુખી છે.
શરીર નિરોગી હોય તો માણસનું મન પણ સદગુણોથી ભરેલું રહે છે. સૂર્યનમસ્કાર એક શ્રેષ્ઠ વ્યાયામ છે .
સાત આસનોના સમુહથી બનેલો સૂર્ય નમસ્કાર કરવાથી પગ થી માથા સુધી દરેક સ્નાયુને વ્યાયામ મળ છે . ઋગ્વેદમાં કહ્યુ છે કે '' सूर्या आत्मा जगतस्य स्थुषरच''એટલે કે સૂર્ય વિશ્વનો આત્મા છે . પૃથ્વી પરનું જીવન સૂર્યના કારણે જ છે . સૂર્યનું સ્મરણ કરી સૂર્યોદય સમયે મંત્ર સાથે તેર નમસ્કાર કરવા એ એક પ્રકારની ઉપાસના જ છે . કોઈપણ પ્રકારના સાધન વગર , ઓછી જગ્યામાં અબાલ - વૃધ્ધ , સ્ત્રી - પુરૂપ સહુને માટે સૂર્યનમસ્કાર સહજતાથી કરી શકાય એવો વ્યાયામ છે . વ્યાયામ માટે સમય ન કાઢીએ તો બિમારી માટે સમય કાઢવો પડે છે . એટલે જ સ્વસ્થ જીવનનું સોનેરી સૂત્ર છે સૂર્ય નમસ્કાર કરી નિરોગી રહો
સૂર્ય નમસ્કાર આરંભનો શ્લોક
ध्यये सदा सवित्र मंडल मध्यवर्ती। नारायण सरसिजसनसन्निविष्टः केयूरवन मकरकुण्डलवान किरीटी। हारी हिरण्मय वपुः धृतशंखचक्रः। ।
અર્થ : સૂર્ય મંડળની મધ્યમાં રહેલા , કમળના આસન ઉપર બિરાજમાન , બાજુબંધ તથા મકર કુંડલ ધારણ કરેલા , મુગટ પહેરેલા , સુવર્ણની જેમ તેજસ્વી શરીરવાળા અને શંખચક્ર ધારણ કરનાર મનોહર નારાયણનું હું હંમેશા ધ્યાન ધરૂ છે .
સૂર્ય નમસ્કાર કરતી વખતે બોલવામાં આવતા ભગવાન સૂર્યના ૧૨ નામ.
ૐ મિત્રાય નમઃ । સંપૂર્ણ વિશ્વનો મિત્ર
ૐ રવયે નમઃ । ગતિમાન,પ્રશેસનીય,પ્રકાશમાન
ૐ સૂર્યાય નમઃ । સંસારને જીવન આપનાર
ૐ ભાનવે નમઃ । પ્રકાશ પુંજ
ૐ ખગાય નમઃ । આકાશમાં ગતિ કરનાર
ૐ પૂષ્ણે નમઃ । સંસારનું પોષણ કરનાર
ૐ હિરણ્યગર્ભાય નમઃ । સ્વર્ણિમવિશ્વાતમા
ૐ મરીચયે નમઃ । રશ્મિઅધિપતિ
ૐ આદિત્યાય નમઃ । જીવન રક્ષક ,અદિતિપુત્ર
ૐ સવિત્રે નમઃ । વિશ્વની ઉત્પત્તિ કરનાર
ૐ અર્કાય નમઃ । શક્તિમાન પવિત્ર બનાવનાર
ૐ ભાસ્કરાય નમઃ । આત્મજ્ઞાન પ્રેરક
સૂર્ય નમસ્કાર મંત્ર /સૂર્ય નમસ્કારના અંતે બોલવાનો શ્લોક
आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने।
जन्मांतर सहस्रेषु दारिर्द्य नोपजायते।।
સૂર્ય નમસ્કાર મંત્ર અર્થ ✍️
દરરોજ સૂર્યનમસ્કાર કરનાર દીર્ઘાયુ , પ્રજ્ઞાવાન , બળવાન , વીર્યવાન તથા તેજસ્વી બને છે. સૂર્યનમસ્કારથી આરોગ્ય જળવાય છે . ઉત્સાહમાં વૃદ્ધિ થાય છે , તેજસ્વિતામાં ઉમેરો થાય ચપળતા , માનસિક પ્રસન્નતામાં વધારો થાય છે . સ્મરણશક્તિ કુશાગ્ર બને છે . બુધ્ધિમત્તા તથા સંકલ્પ શક્તિમાં વધારો થાય છે . રક્તનું શુધ્ધિ કરણ થાય છે . દીર્ધ આયુષ્યવાન થવાય છે . આધ્યાત્મિક ઉન્નિત તેમજ ચિત્તની એકાગ્રતા વધે છે . સૂર્યનમસ્કાર સામૂહિક પણ કરી શકાય છે . સામૂહિક સૂર્યનમસ્કાર કરવાથી એકાત્મભાવના જાગૃત થઈ આપણે બધા એક છીએ એવી અનુભૂતિ થાય છે . સામૂહિક અનુષ્ઠાનનો અનેરો આનંદ મળે.
PNG.png)
No comments:
Post a Comment