ગરવો ગઢ ગિરનાર/ગિરનાર પર્વત🌺
● ગિરનાર પૌરાણિક ઇતિહાસ :-
ગિરનારનો તો ઇતિહાસ ઘણો જુનો અને પૌરાણિક છે.ગિરનાર પર્વતનાં ઘણા નામો છે ગિરિનગર ને રૈવતક પર્વતના નામે પણ ઓળખવામા આવે છે સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઘણો ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી શાસન બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે લગભગ ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. અને તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા જૂનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. તે સમયે મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જૂનાગઢશહેરને ગિરિનગર નાં નામથી પણ ઓળખાતા હતાં.
● ગિરનાર સાથે એક એવો પણ ઇતિહાસ પ્રચલિત છે.:-
જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે...સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,
"ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો"
રાણકદેવીએ મહાન સતી હતા જેમના વેણથી ગરવા ગઢ ગિરનારના કાંગરા ખરવા લાગ્યા આ વખતે અને રાણકદેવીએ ગીરનાર પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો રાણકદેવી નુ સત જોઇ સિદ્ધરાજ ગભરાઇ ગયો અને જૂનાગઢથી પાટણ રાણકદેવીને લઇ જઇ શક્યો નહીં .
રાણકદેવીએ ગીરનારને પડતો રોકયો ત્યારે ગિરનાર પડતા પડતા રોકાઇ ગયેલ તે ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ અત્યારે પણ જોવા મળે છે.
● ગિરનાર આવેલ પાંચ શિખર :-
● ગિરનાર અંબાજી માતાનું મંદિર🌺
ગીરનાર પર લગભગ અડધુ ચડાણ ચડીયે એટલે માં અંબાનુ ભવ્ય મંદિર જોવા મળે
છે.જમીનથી લગ- ભગ 3300 ફુટ ઊંચાઈએ આવેલ છે.અંબાજી મંદિરના ઈતિહાસ વિશે જણાવીએ તો આ મંદિર
સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલે 13 મી સદીમાં બંધાવ્યું હતું .કહેવાય છે કે અંબાજી મંદિર નો સામલ સાહ નામના એક શ્રેષ્ઠી
(વેપારી)એ
જીર્ણોદ્ધાર કર્યો
હતો.ગીરનાર પર આવેલ અંબાજી મંદિર હિંદુ અને જૈન ધર્મનાઆસ્થાનુ કેન્દ્ર છે.
●ગીરનાર પર જૈન ધર્મના 22મા તીર્થંકર નેમીનાથ મંદિર:-
22મા તીર્થંકર નેમીનાથ ભગવાન ગીરનાર પર કર્ણવિહાર તરીકે ઓળખાતા નૈમિનાથ ભગવાનનુ એક જૈન મંદિર છે આ મંદિર ગિરનાર જૈન મંદિરોમાં સૌથી મોટું અને મુખ્ય છે.
● ગિરનાર પર આવેલ જૈન મંદિરો :-
● માળી પરબ:-
જુનાગઢ ગીરનાર પર્વત પર આશરે 1700 થી 1800 પગથિયાએ માળી પરબ આવેલ છે.ગિરનાર ચડતા શ્રાધળું લગ ભાગ પ્રથમ વિસામો મળી પરબ કરેછે અને ચા,નાસ્તો કરી હર હર મહાદેવ,જય દત્તરેય ના નાદ સાથે આગળ વધે છે
● ભવનાથ મંદિર :-
ગીર સોમનાથ જિલ્લામાં ગિરનારની તળેટીમાં સુર્વણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું પ્રાચીન ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ભવનાથ મહાદેવ એ સ્વયંભૂ શિવલિંગ છે. આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાવદ અગિયારસથી મહાવદ અમાસ એટલે સે શિવરાત્રિ સુધી ભવનાથનો ભવ્ય મેળો યોજાય છે.જેમાં શિવરાત્રિના સવાર થી બીજા દિવસે સવાર સુધી ગિરનારની તળેટીમાં ભક્તો સંતો અને માનવ મહેરામણ ઉમટી પડે છે.
●ગિરનારની તળેટીમાં ભવનાથ મીનીકુંભ રવડી
● મૃગીકુંડમાં સ્નાન :-
દર વર્ષે ગિરનારની ફરતે ૩૬ કી.મી. ની ચાર દિવસ ની પરિક્રમા કારતક સુદ અગીયાર થી ચાલુ થઇ અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. ગીરનાર સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ તેમજ લાખો ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને પરિક્રમાનો પ્રારંભ થાય છે આ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી લાખો ભકતો આવે છે આ પરિક્રમાને લોકભાષામાં પરકમ્મા કહે છે ગિરનારની લીલાછમ જંગલો અને કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાતી ગીરનારની આ પરિક્રમા લીલી પરિક્રમા કહેવાય છે.
● એશિયાનો સૌથી મોટો રોપ-વે:-
● જૂનાગઢ: રોપવેની ટિકિટના દર :-
ગિરનાર પર્વત પર તળેટી થી અંબાજી મંદિર સુધી રોપવે સેવા ઉપલબ્ધ છે જેનો ટિકિટ દર 850 છે બાળકોની ટિકિટ 475 રૂપિયા છે
● ગિરનાર ની આરોહ અવરોહ સ્પર્ધા :-
ગગનચૂંબી ગરવા ગઢ ગીરનાર પર આરોહ અવરોહ સ્પર્ધા યોજાય છે જેમા હજારો સ્પર્ધકો ભાગ લે છે.
● ગિરનાર/જુનાગઢ જવા માટે :-🧍♂️
● રોડ માર્ગ દ્વારા જુનાગઢ/ગિરનાર જવા માટે :-
અમદાવાદથી ગિરનાર પર્વતનું અંતર અંદાજિત લગભગ 320 કિ.મી. જેટલું થાય છે તેમજ રાજકોટથી 105 ,6 કિ.મી. છે અને જુનાગઢ શહેરથી ગીરનાર તળેટી(ભવનાથ) સુધીનું અંતર 5 કિ.મી. જેટલું થાય છે.
● રેલવે દ્વારા જનાગઢ/ગિરનાર જવા માટે :-🧍♂️
ગુજરાત ના અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોથી જુનાગઢ માટે ટ્રેન મળી જશે. જુનાગઢ સ્ટેશનેથી ગિરનાર તળેટી જવા માટે રીક્ષા, બસ કે ટેક્સી દ્ધારા જઇ શકાય છે.
ગીરનાર પર્વત વિશે શકય તેટલી માહિતી આપવા કોશિશ કરેલ છે. છતાં મારા દ્વારા લખાણમા કોઇ ભુલ ચૂક થયેલ હોય તો ક્ષમા ચાહુ છું🙏
જય દત્તાત્રેય ભગવાન આપ સૌનું કલ્યાણ કરે જય ભોલે







