૨૨/૦૧/૨૦૨૪ ને સોમવારના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ સૂર્ય વંશી ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા બાદ લોક હિતકારી લોક સુખાકારી માટે વીજ વપરાશ માટે ઘરને આત્મ નિર્ભય બનાવવા પ્રધાન મંત્રી સૂર્યોદય યોજના ની જાહેરાત કરવામાં આવી.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં 1 કરોડ ઘરની છત પર સોલર પેનલ લગાવશે આ યોજના અંતર્ગત ગરીબ અને માધ્યમ વર્ગના પરિવારોના વીજબિલ ઘટી જશે સાથે સાથે ભારત પ્રધાનમંત્રી સુરોદય યોજના થકી ઊર્જા ક્ષેત્રમાં આત્મ નર્ભય બનશે.
આ યોજનાનો લાભ કોને મળશે :-
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગ માટે કરવામાં આવે છે.દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને આ યોજનાનો લાભ મળશે
હાલમાં સરકાર દ્વારા આ યોજના બાબતે માર્ગદર્શિકા બહર પાડવામાં આવી નથી પરંતુ જણાવ્યા મુજબ જે પરિવાર ની આવક 2 લાખથી ઓછી તે પરિવાર ને આ યોજના નો લાભ મળશે હાલમાં 1 કરોડ લોકો ને આ યોજના હેઠળ લાવવા માં આવશે સોલર પેનલ લગાવ્યા બાદ લોકો ને વીજળીના બિલ માંથી મુક્તિ મળશે જે રાજ્યોમાં વીજળી મોંઘી છે તે રાજ્યો માં આનો વધુ લાભ થશે.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના મુખ્ય લક્ષણો:-🌞
દરેક રાજ્યમાં સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાં.
ગ્રામ્ય વિસ્તારોમાં સૌર લાઇટ્સ અને પેનલ ઉપલબ્ધ કરાવવાં.
ઓછી આવકવાળા પરિવારો માટે મફત કે સસ્તા વીજળી સાધનો પ્રદાન કરવાં.
ઊર્જાની આયાત ઘટાડીને આર્થિક સ્વાવલંબન લાવવું.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના યોજનાના લાભો:--🌞
1. પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઊર્જાનો ઉપયોગ વધશે.
2. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની સારા પ્રમાણમાં ઉપલબ્ધતા થશે.
3. રોજગારીના નવા અવસરો ઊભા થશે.
4. દેશના ઊર્જા ક્ષેત્રમાં સ્વાવલંબન આવશે.
આ યોજના ભારતના ઊર્જા ક્ષેત્રમાં પરિપ્રેક્ષ્ય બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે, જે લાંબા ગાળે અર્થતંત્ર અને પર્યાવરણ માટે લાભદાયી સાબિત થશે.

No comments:
Post a Comment