ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર 2004 માં "યુનેસ્કો" ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.
પાવાગઢ નો ઇતિહાસ
પાવાગઢ મહાકાળી માં ના ધામમાં આસો અને ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે . નવરાત્રિમાં નવેનવ દિવસ માતાજીના સુંદર શણગાર કરવામાં આવે છે . વહેલી સવારે છ વાગ્યા ના મંદિરના નિજદ્વાર ખોલવામાં આવે છે ત્યાર બાદ માતાજીને ચુંદડી - સાડી પહેરાવી સુંદર શણગાર કરી માં ની આરતી પૂજા કરાય છે . બપોરે માતાજીને થાળ ધરાવાય છે અને સાંજે આરતી બાદ દ્વાર બંધ થાય છે સુખડીના પ્રસાદ માટે નવી વ્યવસ્થા મહાકાળી માતાના મંદિરે આવતા માઇ ભક્તો માટે માતાજીને ધરાવેલ ખાસ સુખડીનો પ્રસાદ તૈયાર કરાવાય છે . સુખડી બનાવવા ઘઉંનો લોટ , ગોળ અને ગાયના ચોખ્ખા ઘીનો ઉપયોગ કરાય છે .
એક દંતકથા મુજબ
પાવાગઢ વિશે એક દંતકથા છે કે ચાંપાનેર ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું. ઘણા વર્ષો પહેલા પાવાગઢ -ચાપાનેરના પંથકમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ મહાકાળી માતાજીન પરમ ઉપાસક ભક્ત હતા અને તેમની અપાર ભક્તિથી પ્રસન્ન થઈ મહાકલી કાલકા માતા દર નવરાત્રિના નવ દિવસ ચાંપાનેર ગરબા રમવા આવતા હતા. પતય કુળના છેલ્લા શાસક એવા રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિ દિવસોમાં મદિરાપાન કર્યું અને તે સમયે માં ભગવતી મહાકાળી રૂપ બદલી ગરબે રમતા હતા તે સમયે માતાજીને જોઇ તેમના રૂપથી મોહિત થઇ પતાઈ રાજાએ માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી માતાજીએ કોપાયમાન થઇ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી પતાઈ રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતય રાજા જયસિંહને મહોમદ બેગડે હરાવી ચાપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
500 વર્ષ બાદ માતાજીના મંદિરે લહેરાતી ધજા
પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને શાસ્ત્રોક અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે. પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે.
પાવાગઢ જવા માટે :=🧍♂️
પાવાગઢ વડોદરા થી વડોદરાથી હાલોલ જતા હાઇવે પર અંદાજે ૪૬ કિ.મી ના અંતરે આવેલ છે. વડોદરાથી બસ અથવા પોતાના વાહનથી તમે પાવાગઢ પહોંચી શકો છો. મહાકાળી મંદિર જવા માટે પાવાગઢની તળેટીથી માંચી સુધી જવું પડે તેના માટે પણ ખાનગી અને સરકારી બસ GSRTCની સુવિધા ઉપલબ્ધ છે.
સરકારી બસ GSRTCની સુવિધા ઉપલબ્ધ છે.
અહીં ઉપર ચઢવા માટે પગથિયાંવાળો માર્ગ તેમજ રોપ વે ની પણ સગવડ છે. ૧૫૦૦ની આસપાસના આ પગથિયાં એકાદ કલાકમાં ચઢી શકાય છે
યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ
મંદિર ટ્રસ્ટ દ્વારા છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી પહોંચવા માટે લિફ્ટના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.
* જોવાલાયક સ્થળો :: 🙋
- તેલિયું તળાવ અને દુધિયું તળાવ: પાવાગઢ પર્વત પર ચડતા વચ્ચે આ તળાવો આવેલા છે
- ધાબા ડુંગરી શિવ મંદિર:

- વિરાસત વન
- વડ તળાવ અને કબૂતર ખાન: પાવાગઢની તળેટી માં આવેલા છે
- અમદાવાદ થી પાવાગઢ લગભગ 155 કિ.મી.છે.

