ભગવાન શિવજી દેવોમાં મહાન દેવ છે. શિવ પુરાણ અનુશાર ભગવાન શિવજી સ્વયંભૂ છે. એટલે કે ભગવાન શિવનો જન્મ થયેલ નથી પરંતુ તેમની ઉત્પતિ સ્વયં થયેલ છે. ભગવાનશિવ જન્મ મૃત્યુમાં બંધાયેલ નથી. વેદો અનુસાર ભગવાન શિવ નિરંજન ,અદ્રશ્ય નિરાકાર નિર્ગુણ અજન્મા છે. નિરંજન નિર્લેપ, માયાની કોઈ અસર જેને ન હોય તેવું, અજન્મા એટલે કે નહિ જન્મેલું ભગવાન શિવે ક્યારેય જન્મ લીધો નથી ભગવાન શિવ સ્વયંભૂ છે સ્વયંભૂ અર્થ એ છે કે જે કોઈ ગર્ભાશયમાંથી ઉત્પન્ન થયો નથી પરંતુ તેમનું સ્વયં પ્રાગટ્ય થયેલ છે . ભગવાન શિવ નિરાકાર છે એટલે કે જેનો કોઈ આકાર નથી,ભગવાન શિવ નિર્ગુણ છે એટલે કે માય વિકારો રહિત , નિરિકરનો અર્થ એ છે કે આકાર વિનાનું ,અરૂપી. સૃષ્ટિ સંહારક અન્ય દેવી દેવતાને મૂર્તિ સ્વરૂપમાં પૂજન થાય છે જ્યારે ભગવાન શિવ લિંગ સ્વરૂપે પૂજન કરવામાં આવે છે.
શિવનો પરિવાર:-
ભગવાન શિવના પરિવારમાં ભગવાન મહાદેવ શિવ શંકર માતા પાર્વતી અને તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય છે.આ ઉપરાંત શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં સ્થાપિત કરવામાં આવતા હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.એ પણ ભગવાન શિવજીનો પરિવાર છે.
મહાદેવ પૂજન અર્ચન:-
પવિત્ર શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરવાનો મહિનો આ મહિનામાં શિવજીના દરેક મંદિરમાં હરહર મહાદેવનો નાદ ગુંજી ઉઠે છે શ્રાવણ મહિનો અને તેમ પણ સોમવારના ભગવાન શિવજીના પૂજન અર્ચન ખૂબ મહત્વ છે.પવિત્ર શ્રાવણમાં શિવપુરાણ નું વાંચન કરવામાં આવે છે ભગવાન શિવપર જળ,દૂધ ,દહી,પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. ભક્તો ભગવાન શિવને બીલીપત્ર,પુષ્પ,ફળ,ચડાવી ધન્યતા અનુભવે છે. ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે આથી ભગવાન શિવને આશુતોષ ઉદાર શિરોમણી કહેવામાં આવે છે.
સાત વારોમાં સોમવાર ભગવાન શિવનો વાર માનવમાં આવે છે છે એટલે કે સોમવારના દિવસે ભગવાન ની સાચા હદયથી પૂજન અર્ચન કરવામાં આવે તો ભગવાન શિવ તમામ મુશ્કેલીયાઓમાં થી મુક્તિ આપે છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન શિવ હંમેશા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે એવું કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે વહેલા જાગી સ્નાનાદિ કરી ભગવાન શિવની પૂજન અર્ચન કરવું જોઈએ. ભગવાન શિવ તરત પ્રસન્ન થતાં દેવ છે જો ભગવાન શિવની ભક્તિ ભાવથી સેવા પૂજા કરવામાં આવેતો ઇચ્છિત ફળ આપનાર દેવ છે.
આદ્યાત્મિક જીવનનો આદર્શ ભગવાન શિવ :-
આધ્યાત્મિક જીવનમાં આદર્શોનું પાલન કરવું તે કરવું તે મહત્વની બાબત પોતાની રુચિ,પ્રકૃતિ તેમજ સ્વભાવ મુજબ જીવનમાં કોઈપણ આદર્શને અપનાવો જોઈએ. સનાતન ધર્મમાં જીવનને પૂર્ણ બનાવવા માટે અનેક આધ્યાત્મિક આધ્યાત્મિક આદર્શો નક્કી કરવામાં આવ્યા છે. આદર્શોના બાબતમાં ભગવાન શિવ સર્વોતમ અને અજોડ છે. તેઓ આધ્યાત્મિક પૂર્ણતાનું મૂર્તિમંત પ્રતીક છે. તેઓ અધ્યાત્મના માર્ગે આગળ વધી રહેલા મુમુક્ષુ સાધકો તથા સદ્ગૃહસ્થો માટે પ્રેરણાની પુંજ છે.
મહાદેવને યોગના જનક માનવામાં આવે છે. :-
ભગવાન શિવ આદિગુરુ તથા આદિયોગી છે. જેમને કોઈ ગુરુ ન હોય તેઓ ભગવાન શિવને પોતાના ગુરુ માની શકે છે . આત્માનું કલ્યાણ કરવામાં એવું આપણાં શાસ્ત્રો કહે છે. મોટાભાગે ભગવાન શિવને કોઈ પર્વતના શિખર પર કે કોઈ હિમાચ્છાદિત ક્ષેત્રમાં ધ્યાનમગ્ન સ્વરૂપમાં બતાવવામાં આવે છે. તેમના શરીર પર શોભતા શાગાર વિચિત્ર અને વિશિષ્ટ છે. તે ભક્તો તથા સાધકોના ધ્યાનને પોતાની તરફ આકર્ષે છે. એ બધી બાબતોની પાછળ ગૂઢ આધ્યાત્મિક રહસ્ય રહેલું છે.
ભગવાન શિવના માથા પર ચંદ્રમા વિરાજમાન છે.:-
ભગવાન શિવના મસ્તક ઉપર ચંદ્રમા વિરાજમાન છે જે શીતળતાનું પ્રતીક છે. આપણે પણ ગમે તેવી વિપરીત કે શોકનો પ્રસંગ મ વિકટ પરિસ્થિતિમાં મગજને શાંત રાખવું જોઈએ. મુશ્કેલ દેવું જોઈએ. પરિસ્થિતિમાં પણ શાંત તથા પ્રસન્ન રહેવાનો અભ્યાસ ભોળાનાથ જોડેથી કરવો જોઈએ.
શિવ ગંગાજીને પોતાની જટામાં ધારણ :-
રાજા ભગીરથના તપથી ગંગાજી જ્યારે ધરતી પર આવવા તૈયાર થયાં ત્યારે તેના તીવ્ર વેગને ભગવાન શિવે ધારણ કર્યું હતું, પોતાની જટાઓમાં ધારણ કર્યો હતો. આ બાબત શિવની સમર્થતા તથા લોકકલ્યાણ માટે ઉદારતાપૂર્વક ત્યાગ અને આ સહયોગ આપવાનું પ્રતીક છે.આ જ રીતે ભગવાન શિવ ઉદારતા તથા સહયોગ આપણે બીજાઓના ખરાબ તથા પ્રતિકૂળ વ્યવહારના આપવાની પ્રેરણા આપે છે. જેનામાં પાત્રતા હોય એ જ જ્ઞાનરૂપી ગંગાને પોતાના મસ્તકમાં ધારણ કરી શકે છે. વાણીમાં મધુરતા તથા શાલીનતા રાખવી જોઈએ.
એ
પાત્રતાના વિકાસ માટે ભગવાન શિવ હિમાલયમાં કૈલાસ પર્વત પર એકાંતમાં
હંમેશાં તપમાં લીન રહે છે. ભગવાન શિવના ભક્તે પણ સાંસારિક આકર્ષણોથી દૂર
રહીને આત્મિક પ્રગતિ માટે એકાંતસેવન કરીને સાધના કરવામાં આવે છે.
ભગવાન શિવના શરીર પર ભસ્મ લગાડેલી હોય છે.:-
ભગવાન શિવના અંગો પર ભસ્મ લગાવેલી હોઈ છે જે જીવનની ક્ષણભંગુરતા તથા નશ્વર સ્વરૂપનો બોધ કરાવે ગમે ત્યારે આ શરીરનો અંત પણ ભસ્મના ઢગલાના રૂપમાં જ થવાનો છે. આથી જેમણે અમરત્વ પ્રાપ્ત કરવું હોય તેમણે આત્મતત્ત્વનું સદાય મનનચિંતન કરતા રહેવું જોઈએ. પોતાનાં કૌટુંબિક તથા સામાજિક કર્તવ્યો નિભાવવાની સાથે અનાસક્ત અને નિર્લિપ્ત ભાવથી આત્માનું કલ્યાણ કરવામાં મગ્ન રહેવું જોઈએ.
ભગવાન શિવ સ્મશાનમાં વાસ કરે છે. :-
આનો સંદેશ એ જ છે કે જોઈએ. જીવનની નશ્વરત જીવવામાં આવે તો માણસ તેનું મૃત્યુ નજીક આવશે ત્યા કરવા તૈયાર હશે. દેહનું ત્યાગ તે મહાયાત્રાનો એક પડાવ માની શોકનો પ્રસંગ માનવાના બદલે તેને એક ઉત્સવ બનાવી
ભોળાનાથને નીલકંઠ પણ કહેવામાં આવે છે.:-
સમુદ્રમંથનથી જે ચૌદ રત્નો નીકળ્યાં તેની સાથે કાલકૂટ વિષ પણ નીકળ્યું હતું. તેને ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, તેથી તેમના કંઠનો રંગ નીલો એટલે કે ભૂરો થઈ ગયો હતો. આ બાબત લોકહિત માટે મહાન ત્યાગ અને આત્મબલિદાન કરવાનું પ્રતીક છે. એની સાથે સાથે તે વાણી પર સંયમ રાખવાની પણ પ્રેરણા આપે છે.ભગવાન નીલકંઠનું સાચું પૂજન છે. સંસારની કટુતા તથા ક્લેશોની વચ્ચે પણ સાચો શિવભક્ત સંસારના કલ્યાણ માટે ગમે તેવો ભોગ આપવો પડે તોય તેના માટે તૈયાર રહે છે. તે પોતે વિષપાન કરીને બીજાઓને હંમેશાં અમૃત વહેંચતો રહે છે.
ભગવાન શિવના કપાળમાં ત્રીજું નેત્ર છે.:-
તે ખોલીને તેમણે કામને ભસ્મ કરી નાંખ્યો હતો. આ ત્રીજું નેત્ર દૂરદર્શિતા તથા વિવેકબુદ્ધિનું પ્રતીક છે. તે ઉચિત કે અનુચિતનો ભેદ સમજાવે છે. તાત્કાલિક લાભના બદલે દૂરગામી પરિણામનો વિચાર કરવો જોઈએ. પોતે કષ્ટ તથા અભાવ સહન કરીને પણ ભવિષ્ય ઉજ્જવળ બને તેવા નિર્ણયો લેવા જોઈએ.આજ્ઞાચક્રને પણ ત્રીજું નેત્ર માનવામાં આવે છે. માણસે પોતાના મન પર સ્વામીત્વ રાખવું જોઈએ. આપણે વિચારસંયમનો જેટલો વધારે અભ્યાસ કરીશું એટલો જ આપણા મન પર સંયમ રાખી શકીશું. એનાથી જ સાન તથા આત્મબળ પ્રાપ્ત થશે. ભગવાન શિવ મહાયોગી હતા. તેઓ આપણો આધ્યાત્મિક આદર્શ છે.
ભગવાન શિવના ગળા તથા બંને ભૂજાઓ પર સાપ વીંટળાયેલા:- બતાવવામાં આવે છે. સાપ અહંકાર તથા ક્રોધનું પ્રતીક છે. તેને જો જરાક છંછેડવામાં આવે તો તે ફૂંફાડા મારે છે. આવો ભયંકર જીવ પણ ભગવાન શિવના ગળાનો શણગાર બને છે.ભગવાન શિવના ગળામાં સર્પ હોવાનો આધ્યાત્મિક સંદેશ એ જ છે કે ક્રોધી તથા અહંકારી લોકોને પોતાના સંયમ તથા પ્રેમના બળે શાંત રાખવાનો પ્રયાસ કરો અને તેમનો કોઈ મહાન પ્રયોજન માટે ઉપયોગ કરો.
ભગવાન શિવ વ્યાઘ્રચર્મના આસન પર બેઠેલા બતાવવામાં આવે છે:-. વાઘ ક્રૂરતા તથા હિંસાનું, પશુતાનું પ્રતીક છે. તેની ઉપર બેસીને ભગવાન શિવ સાધનામાં મગ્ન રહે છે. આ જ રીતે ભગવાન શિવના ભક્તે પણ પશુતાને તથા હિંસકવૃત્તિઓને દબાણમાં રાખવી જોઈએ. તેમની ઉપર આસન જમાવીને સાધનામય જીવન જીવવું જોઈએ.
ભગવાન શિવના હાથમાં ત્રિશૂળ તથા ડમરું રહે છે.-
ડમરું સંગીત, નૃત્ય તથા ઉલ્લાસનું પ્રતીક છે. આપણે પણ જીવનમાં સચિંતન અને સત્કર્મો કરવાની સાથે સાથે જીવનને સંગીતમય તથા ઉલ્લાસમય બનાવવું જોઇએ. પોતાના મધુર વ્યવહાર દ્વારા પોતાની આસપાસના વાતાવરણને સંગીતમય તથા પ્રસન્ન રાખવું જોઈએ. સંતાપગ્રસ્ત વાતાવરણને સંગીતના સૂરોથી મધુર બનાવવું જોઈએ. ત્રિશૂળ ભગવાન શિવની સંહારક શક્તિનું પ્રતીક છે. એ જ ત્રિશૂળથી તેમણે લોભ, મોહ તથા અહંકારરૂપી ત્રણ દૈત્યોનો વધ કર્યો હતો. ભગવાન શિવના ભક્ત પણ આ ત્રણેય દોષોથી દૂર રહેવું જોઈએ.
જીવનમાં કામૈષણા, લોભૈષ્ણા તથા લોકેષણા જ ત્રિપુરાસુર છે. એ ત્રણેય માણસના મન પર અધિકાર સ્થાપીને તેના જીવનને નરક જેવું બનાવી દે છે. ભગવાન શિવના ભક્ત પણ વાસના, તૃષ્ણા તથા અહંકારરૂપી આ ત્રણેય શત્રુઓનો વિવેકરૂપી ત્રિશૂળથી નાશ કરવો જોઈએ અને જીવનમાં ઉચ્ચ આધ્યાત્મિક આદર્શોને ધારણ કરવા જોઈએ.
ભગવાન શિવનું વાહન નંદી :-
ભગવાન શિવનું વાહન નંદી સૌમ્યતા તથા કર્મઠતાનું પ્રતીક છે. તેનામાં સાત્ત્વિકતા છે, પરંતુ જયારે જરૂર પડે ત્યારે તે શૌર્ય તથા પરાક્રમ પણ કરી બતાવે છે. ભગવાન શિવના ભક્તોએ પણ સાત્વિકતા તથા સૌમ્યતાની સાથે સાથે પોતાની અંદર શૌર્ય તથા પરાક્રમનો વિકાસ કરવો જોઈએ.
ભગવાન શિવ સદ્ગૃહસ્થ છે. :-
તેમનો એક સંપૂર્ણ પરિવાર છે. એમાં માતા પાર્વતીની સાથે પુત્ર કાર્તિકેય તથા પ્રથમ પૂજનીય ગણેશજી છે. તેની સાથે સાથે નંદી તથા બીજા ગણો પણ તેમના પરિવારનો જ એક ભાગછે. આમ તેઓ મહાયોગી હોવાની સાથે સાથે એક સદગૃહસ્થ પણ છે. તેઓ સંસારમાં રહીને પણ ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો મૂર્તિમંત આદર્શ છે. ગૃહસ્થો માટે ભગવાન શિવ આદર્શરૂપ છે. ગૃહસ્થમાં રહીને પણ માણસ ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. ભગવાન શિવ તેમની આ વિશેષતાના કારણે જ દેવોના દેવ એવા મહાદેવ કહેવાય છે. ભગવાન શિવનું બીજું એક પ્રચલિત સ્વરૂપ શિવલિંગ છે. તે તેમના દેહભાવથી પર આત્મિક સ્વરૂપને પ્રદર્શિત કરે છે. તે આપણને બોધ કરાવે છે કે સંસારનું સ્વરૂપ સાકાર – હોવા છતાં પણ તેનો આઘર નિરાકાર આત્મા છે. આધ્યાત્મિક દૃષ્ટિએ સંસારના ભૌતિક સૌંદર્યનું બહુ મહત્ત્વ નથી. સાધકે સાંસારિક સૌદર્યના મૂળમાં રહેલા ચૈતન્ય ઈશ્વરીય પ્રવાહની સાધના કરવી જેઈએ.
સાંસારિક રૂપ તથા સૌંદર્યમાં ખોવાઈને આત્માને ભૂલી જવો તે શિવતત્ત્વથી વિમુખ થઈ જવા સમાન છે. આનેજીવનનું સૌથી મોટું દુર્ભાગ્યે જ માનવું જોઈએ. આમ ભગવાન શિવજીનું સમગ્ર સ્વરૂપ આપણને શાશ્વત સત્યનો બોધ કરાવે છે. ભગવાન શિવ આપણા માટે એક અલોકિક તથા ઉચ્ચ આધ્યાત્મિક આદર્શ સ્વરૂપ છે.
ભગવાન શિવની સ્તુતિ
पशूनां पतिं पापनाशं परेशं गजेन्द्रस्य कृत्तिं वसानं वरेण्यम् । जटाजूटमध्ये स्फुरद्गाड्गवारि महादेवमेकं स्मरामि समरामि ॥
ગુજરાતી અર્થ :-
પશુઓના પતિ, પાપનો નાશ કરનાર, પરમેશ્વર, ગજરાજના ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર, સર્વશ્રેષ્ઠ, જેના જટાજૂટમાં ગંગાજળ ઝળકી રહ્યું છે તેવાં, અનન્ય મહાદેવને હું સ્મરું છું, સ્મરું છું.

No comments:
Post a Comment