૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના અઢળક કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી.અને લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું.અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું
| ● સંચાલન સમિતિ | શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત |
|---|
| ● પુરાણ કથા મુજબ :- કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ચન્દ્રદેવે કરી હતી. એક પુરાણકથા મુજબ ચંદ્રએ દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. અને જેમા રોહિણી તેની માનીતિ રાણી હતી. આથી બાકીની પુત્રીઓએ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી.આથી ક્રોધે ભરાયેલા દક્ષે પ્રજાપતિએ ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. ચંદ્રને આ શ્રાપમાંથી મુકત થવા માટે ધરતી પરના એવા છેડા પર ભગવાન શિવની તપસ્યા કરવાનું સૂચવ્યું કે જ્યાંથી સીધી લીટીમાં કોઈ અડચણ રૂપ થાય વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય. સમગ્ર પૃથ્વી પર આવુ એક માત્ર સ્થળ છે. એ સ્થળ એટલે હાલનું ભગવાન શિવનું સોમનાથ મહાદેવ મંદિર. | |
કહેવાય છે કે ચંદ્રએ અહીં ભગવાન સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને આ સ્થળ પર મંદિરની સ્થાપના કરી. અને ચંદ્રને આ તપસ્યા કરવાથી શ્રાપમાંથી છુટકારો થયો અને આજે પણ આ મંદિર હજારો વર્ષોથી હિન્દુ ધર્મમાં પરમ આસ્થાનું કેન્દ્ર છે. પ્રાચીન માન્યતાઓ કથાઓ અનુસાર સત્યયુગના સમયમાં સોમરાજે સુવર્ણ મંદિર બંધાવ્યું હતું.અને ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું. તેમજ દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવ નિર્માણ કર્યા હોવાનું કહેવાય છે. અંદાજે લગભગ હજાર વર્ષ પહેલા ભગવાન શિવના સોમનાથનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિર મોજુદ હતું. આ મંદિરમાં 56 જેટલા સ્તંભો પર સોનું, હીરા અને રત્નો જડેલા હતા. કહેવાય છે કે અહી ગંગા નદીનું કાવડ દ્વારા પવિત્ર જળ લાવીને ભગવાન મહાદેવ પર કાયમી અભિષેક થતો હતો. આખા ભારતમાં ભગવાન સોમનાથ મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. સોમનાથના વૈભવનું મુખ્ય કારણ એ હતું કે એ સમયે અહીંનું બંદર ભારતના વિશ્વ વ્યાપારનું કેન્દ્ર હતું. પુન:નિર્માણ :-💐🙏🎪 ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ૧૩ નવેમ્બર ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ૧ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે સોમનાથ મંદિરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ થયું છે અને આ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ અને સંચાલન કરે છે . પહેલા ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ હતા પરંતુ હાલ સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન PM માં.નરેન્દ્રભાઇ મોદી છે અને સોમનાથ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન ભારત ના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલ હતાં.ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન જોવા મળે છે છેલ્લા ૮૦૦ વર્ષમાં આવા પ્રકારનું નિર્માણ થયું નથી. ● ભગવાન સોમનાથની આજુ-બાજુ ગીર સમનાથ જિલ્લા ના જોવાલાયક સ્થળો 🧍♂️ સોમનાથ મંદિર થી આશરે ૪ કિલોમીટર અંતરે સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરી રહેલ હતા તે વેળાએ ભગવાન શ્રી કૃષ્ણને જરુ નામના પારધી (શિકારી)એ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું તે સ્થળ એટલે આજનું ભાલકા તીર્થ 2. શિંગોડા નદીના કાંઠે આવેલ રૂદ્રેશ્વર મહાદેવનું મંદિર 3. પ્રખ્યાત જમજીર ધોધ 4. ઉના ખાતે દેલવાડા નજીક આવેલ ઝૂલતા મીનારા 5 . સાણા ખાતે આવેલ પ્રથમ સદીની 60 જેટલી ગુફાઓ 6. ગીર જંગલ નજીક આવેલ પ્રખ્યાત તુલસી શ્યામ 7. સીદી બાદશાહના ઘમાલ નૃત્ય 8.જેની ઓળખ વિશ્વમાં પ્રખ્યાત ગીર ગાય 9. ગીર જંગલમાં વિહરતા વન્યપ્રાણીઓ 10. ગીર જંગલ માથી પસાર થતા માર્ગ 11.બંદરમાં ચાલતી નવી ફીશીગ બોટ નાવવા કામ 12.સોમનાથ મંદિર કાલા કોતરણી |






Har mahadev
ReplyDelete