Friday, June 9, 2023

Girnar | girnar lili parikrama |Junagadh |ગરવો ગઢ ગિરનાર|ગિરનાર|જુનાગઢ ગિરનાર|

    ગરવો ગઢ ગિરનાર/ગિરનાર પર્વત🌺

                                                                    
ગિરનાર પર્વત ની ઊંચાઈ 
    ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજયના જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેરથી પાંચ કી.મી.  અંતરે  5 શિખર/પર્વતોનો સમુહ ગીરનાર તરીકે ઓળખાય છે ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનાર પર પાંચ  ઊંચા શિખરો આવેલા છે  જેમા  5  શિખરોમાં  સૌથી ઊંચુ  ગોરખ/ગુરુ શિખર એટલે કે ભગવાન  દત્તાત્રેય જે સ્થાને બિરાજેલ છે તે ગોરખ/ગુરુ શિખર સૌથી ઊંચું શિખર છે  છે. ગિરનારના પર  હિન્દુ તેમજ જૈન ધર્મ ના ઘણા મંદિરો આવેલા છે.કહેવાય છે કે  ઇ.સ. ૧૧૫૨ ની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા.ગીરનારની  ટોચ સુધી  કુલ ૯,૯૯૯ પગથિયા છે.

 ● ગિરનાર પૌરાણિક  ઇતિહાસ :-

   ગિરનારનો તો ઇતિહાસ ઘણો  જુનો અને પૌરાણિક છે.ગિરનાર પર્વતનાં ઘણા નામો છે ગિરિનગર ને રૈવતક પર્વતના નામે પણ ઓળખવામા આવે  છે સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઘણો ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી શાસન બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે લગભગ ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું.  અને તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા  જૂનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. તે સમયે  મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જૂનાગઢશહેરને ગિરિનગર નાં નામથી પણ ઓળખાતા હતાં.

 ● ગિરનાર સાથે એક એવો  પણ ઇતિહાસ  પ્રચલિત છે.:-

      જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે...સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,

                  "ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?

                            મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો" 

રાણકદેવીએ મહાન સતી હતા  જેમના  વેણથી  ગરવા ગઢ ગિરનારના કાંગરા ખરવા લાગ્યા  આ વખતે  અને રાણકદેવીએ ગીરનાર  પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો     રાણકદેવી નુ સત જોઇ  સિદ્ધરાજ  ગભરાઇ ગયો અને જૂનાગઢથી પાટણ રાણકદેવીને  લઇ જઇ શક્યો નહીં .

રાણકદેવીએ ગીરનારને પડતો રોકયો ત્યારે  ગિરનાર   પડતા પડતા રોકાઇ ગયેલ  તે  ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ અત્યારે પણ  જોવા મળે છે.

 ● ગિરનાર આવેલ પાંચ  શિખર :-

1.ગોરખ (ગુરુ)શિખર.
2.અંબાજી.
3.ગૌમુખી.
4.જૈન મંદિર.
5.માળી પરબ.
● ગિરનાર પર  સૌથી ઊંચુ  એટલે ગોરખ શિખર:-

🌺  ભગવાન દત્તાત્રેય 🌺
                  
●  દત્તાત્રેય  ભગવાન ઋષિ દંપત્તિ અત્રી અને અનસૂયાના પુત્ર છે.
        પિતા અત્રી અને માતા અનસુયાને ત્યાં જન્મેલા ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ  ગણાય છે,ભગવાન દત્તાત્રેય નુ શિખર ગીરનારનુ  સૌથી ઊંચામાં ઊંચુ શિખર છે.જયાં ભગવાન દત્તાત્રેય મંદિર આવેલ છે

ગિરનાર  અંબાજી માતાનું મંદિર🌺


 ● ગિરનાર પર આવેલ  અંબાજી મંદિર 

    ગીરનાર પર લગભગ અડધુ ચડાણ ચડીયે એટલે માં અંબાનુ ભવ્ય મંદિર જોવા મળે છે.જમીનથી લગ- ભગ 3300 ફુટ ઊંચાઈએ આવેલ છે.અંબાજી મંદિરના ઈતિહાસ વિશે જણાવીએ તો આ મંદિર સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલે 13 મી સદીમાં બંધાવ્યું હતું .કહેવાય છે કે અંબાજી મંદિર નો  સામલ સાહ નામના એક શ્રેષ્ઠી (વેપારી)એ  જીર્ણોદ્ધાર કર્યો હતો.ગીરનાર પર આવેલ અંબાજી મંદિર હિંદુ અને જૈન ધર્મનાઆસ્થાનુ કેન્દ્ર છે.

ગીરનાર પર જૈન   ધર્મના 22મા તીર્થંકર નેમીનાથ મંદિર:-

    22મા તીર્થંકર નેમીનાથ ભગવાન ગીરનાર પર કર્ણવિહાર તરીકે ઓળખાતા નૈમિનાથ ભગવાનનુ એક જૈન મંદિર છે આ મંદિર ગિરનાર જૈન મંદિરોમાં સૌથી મોટું અને મુખ્ય છે.  

●  ગિરનાર પર આવેલ જૈન મંદિરો :-

    ગિરનાર પર આવેલ જૈન મંદિરો ગીરનાર પર  આશરે 3800 પગથિયાં ચઢતાં આરસપહાણમાં  અદ્ભુત કોતરણીવાળા જૈન મંદિરો  આવેલા છે.

 માળી પરબ:-

   જુનાગઢ ગીનાર પર્વત પર આશરે 1700 થી 1800 પગથિયાએ માળી પરબ આવેલ છે.ગિરનાર ચડતા શ્રાધળું લગ ભાગ પ્રથમ વિસામો મળી પરબ કરેછે અને ચા,નાસ્તો કરી હર હર મહાદેવ,જય દત્તરેય ના  નાદ સાથે આગળ વધે છે  

ભવનાથ મંદિર :-

  ગિરનાર ભવનાથ શિવરાત્રીના મેળો /મીનીકુંભ

        ગીર સોમનાથ જિલ્લામાં ગિરનારની તળેટીમાં સુર્વણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું પ્રાચીન  ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ભવનાથ મહાદેવ એ સ્વયંભૂ શિવલિંગ છે. આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાવદ અગિયારસથી મહાવદ અમાસ એટલે સે   શિવરાત્રિ સુધી  ભવનાથનો ભવ્ય  મેળો યોજાય છે.જેમાં શિવરાત્રિના સવાર થી બીજા દિવસે સવાર સુધી ગિરનારની તળેટીમાં ભક્તો સંતો અને માનવ મહેરામણ ઉમટી પડે છે. 

ગિરનારની તળેટીમાં ભવનાથ મીનીકુંભ રવડી 

 ગિરનારની તળેટીમાં મહા વદ ૧૩ ને શિવરાત્રિના રોજ ભવનાથ ખાતે શિવરાત્રીના મેળાને તત્કાલીન મુખ્ય મંત્રી માનનીય વિજયભાઇ રૂપાણીની રાજ્ય સરકારે મીનીકુંભ મેળો જાહેર કર્યો છે. દર વર્ષે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પાંચ દિવસ સુધી મેળો યોજાઇ છે. જેમાં મોટી સંખ્યમાં સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. ભારત તેમજ વિશ્વ ના ખૂણાથી સાધુ, સંતો અને નાગાબાવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. લોકો માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો,તેમજ સેવ કેંમ્પો  ખૂલે છે. મેળા દરમિયાન સંતો, ભક્તો અને અલખના આરાધકો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ધૂણી ધખાવી સત્સંગ કરે છે. ભવનાથનાં મેળામાં લોકોને ખાસ આકર્ષતા  નાગાબાવાઓના હાથમાં લાકડી-તલવાર, શરીરે ભભૂત લગાવી અને મસ્તક પરનો જટાધારી દેખાવ ભવનાથના મેળામાં અલગ અલગ અંગ કરતબો કરી ભક્તોને મંત્ર મુગ્ધ કરેછે 

મૃગીકુંડમાં સ્નાન :-

    મહાશિવરાત્રિના દિવસે  મહાપૂજાના સમયે  શંખોના ધ્વનિ સાથે નીકળેલું  રવડી નાગાબાવાઓ અંગ કસરત , સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ કરાવે છે  કહેવાય છે કે, મૃગીકુંડમાં ન્હાવાથી મોક્ષની  પ્રપતિ  થાય છે. કહેવાય છે કે  નવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક એવા ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વસ્થામાં ભવનાથમાં ભગવાનના આ શિવરાત્રિના મેળામાંશિવરાત્રીના દિવસે આ સિદ્ધો સાથે  મૃગીકુંડમાં ન્હાવા આવે છે. વળી એવી વાયકા છે કે.. 
    સાધુ સંતોની રવાડી બાદ મૃગી કુંડમાં શાહી સ્નાનમાં શિવજી ખુદ હાજરી આપે છે અને આ સ્નાનમાં હર હર મહાદેવના નાદની સાથે મૃગીકુંડમાં છલાંગ મારતા નાગા સાધુઓમાં અનેક સાધુઓ મૃગીકુંડમાં  અદ્રશ્ય થઇ જાય છે.અને બહાર નીકળતા જ  નથી.જૂનાગઢની તળેટીમાં યોજાતા આ ભવ્ય મેળામાં  ગિરનારનું આધ્યાત્મિક સ્વરૂપ  દિવસોમાં જાણે ઝળાહળ થઈ પ્રગટી ઉઠે છે.ભક્તોને  ભગવાન શિવની હાજરીનો અહેસાસ કરાવે છે 
● અશોકનો શિલાલેખ :-

      અશોકનો શિલાલેખ ગીર સોમનાથ જિલ્લા ના  જુનાગઢથી  સીટી થી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં લગભગ  એકાદ,બે કિલોમીટરે જમણી બાજુએ  ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશના  થયેલ રાજા  અશોકના નામથી પ્રચલિત છે. આ શિલાલેખ આશરે ૭૫ ફુટનાં ઘેરાવામાં  ૨૨૦૦ વર્ષથી ભારતીય અને ગિરનારના  ઇતિહાસને ઉજાગર કરે છે આ  અમુલ્ય શિલાલેખમાં   સમ્રાટ અશોકનાં ૧૪ ધર્મજ્ઞાઓ કોતરેલી છે.
● દામોદર કુંડ:-  
        દામોદર કુંડ પવિત્ર સરોવરોમનું એક છે જે ગીરસોમનાથ જિલ્લામાં ગિરનાર ની તળેટીમાં પર્વતોની વચ્ચે   આવેલ છે  પૌરાણિક ઇતિહાસ મુજબ દામોદર કુંડ ને પવિત્ર માનવમાં આવે છે હિન્દુ માન્યતા મુજબ મૃતદેહોના અગ્નિસંસકાર પછી અહી અસ્તીવિસર્જન કરવાથી મૃતક આત્માઓને મુક્તિ મળે છે અને  મોક્ષની પ્રાપ્તી  તેમજ અહી સ્નાન કરવાથી થી પુણ્યની પ્રાપ્તિ થાય છે દામોદર કુંડી બાજુમાં રેવતી કુંડ પણ આવેલ છે આ તળાવમાં હાડકાં ઓગળવાનો ગુણધર્મ છે,
        દામોદર કુંડની બાજુમાં રાધા દામોદર મદિર આવેલ છે  અહી દામોદર ને ભગવાન વિષ્ણું ના ચાર હાથના સ્વરૂપમાં પૂજવામાં આવે છે રાધા પણ દામોદર મંદિરની બાજુમન બિરાજેલ છે જે રાધા દામોદરમંદિર તારીખે પ્રખ્યાત છે આ રાધા દામોદર મંદિર ગુજરાત પ્રાચીન મંદિરોમાંનું એક છે 
        દામોદર કુંડ અર્વાચીન આધ  આધ કવિ તેમજ ભગવાન કૃષ્ણ ભક્ત એવા નારસિહ મહેતા સાથે જીવન સાથે જોડાયેલ છે  ભક્ત કવિ નારસિહ મહેતા આ કુંડમાં સ્નાન કરવા આવતા જે કુંડમાં નાહવા જાતી વખતે  સવારના પ્રભાતિયા  ગાતાં અહી કુંડની નજીક ભક્ત કવિ નારસિહ મહેતાનું મંદિર પણ આવેલ છે  

●  ગિરનારની પરિક્રમા/લીલી પરિક્રમા:-

       દર વર્ષે ગિરનારની ફરતે  ૩૬ કી.મી. ની ચાર દિવસ  ની પરિક્રમા કારતક સુદ અગીયાર થી ચાલુ થઇ અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. ગીરનાર સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ તેમજ લાખો ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને  પરિક્રમાનો પ્રારંભ થાય છે આ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી લાખો  ભકતો આવે છે  આ પરિક્રમાને લોકભાષામાં પરકમ્મા કહે છે ગિરનારની લીલાછમ જંગલો અને કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાતી ગીરનારની આ પરિક્રમા લીલી પરિક્રમા  કહેવાય છે. 

 ● એશિયાનો સૌથી મોટો રોપ-વે:-


           ગિરનાર તળેટી થી ગીરનાર પર્વત પર જવા પગથીયા ઉપરાંત  રોપ વે ની પણ સગવડ  છે જે આશિયાનો  સૌથી મોટો અને લાંબો રોપ-વે  છે  24 ઓક્ટોબરનાં 2020  ના રોજ  માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  ઇ-લોકાર્પણ કરી ભકતો /સાધુ સંતો તેમજ પર્યટકો ની સુખાકારી માટે શરુ  અંબાજી મંદિર સુધી રોપ-વે સરુ કરવામાં આવેલ છે.

● જૂનાગઢ: રોપવેની ટિકિટના દર :-

ગિરનાર પર્વત પર તળેટી થી અંબાજી  મંદિર સુધી રોપવે સેવા ઉપલબ્ધ છે જેનો ટિકિટ દર  850 છે બાળકોની ટિકિટ  475 રૂપિયા  છે

● ગિરનાર ની આરોહ અવરોહ સ્પર્ધા :-

   ગગનચૂંબી ગરવા ગઢ ગીરનાર પર  આરોહ અવરોહ સ્પર્ધા યોજાય છે જેમા હજારો સ્પર્ધકો ભાગ  લે છે.

 ● ગિરનાર/જુનાગઢ જવા માટે :-🧍‍♂️

 ● રોડ માર્ગ દ્વારા જુનાગઢ/ગિરનાર જવા માટે :-

      અમદાવાદથી ગિરનાર પર્વતનું અંતર અંદાજિત  લગભગ  320 કિ.મી. જેટલું થાય છે તેમજ રાજકોટથી 105                 ,6 કિ.મી. છે  અને જુનાગઢ શહેરથી ગીરનાર  તળેટી(ભવનાથ) સુધીનું અંતર  5 કિ.મી. જેટલું થાય છે. 

●   રેલવે  દ્વારા જનાગઢ/ગિરનાર જવા માટે :-🧍‍♂️

    ગુજરાત ના અમદાવાદ, રાજકોટ, સુરત જેવા  શહેરોથી જુનાગઢ માટે ટ્રેન મળી જશે. જુનાગઢ સ્ટેશનેથી ગિરનાર તળેટી  જવા માટે રીક્ષા, બસ કે ટેક્સી દ્ધારા જઇ શકાય છે

ગીરનાર પર્વત  વિશે શકય તેટલી માહિતી આપવા કોશિશ  કરેલ છે. છતાં મારા દ્વારા લખાણમા કોઇ ભુલ  ચૂક થયેલ  હોય તો ક્ષમા ચાહુ છું🙏 


        જય દત્તાત્રેય  ભગવાન  આપ સૌનું કલ્યાણ કરે જય ભોલે 

No comments:

Post a Comment