*આ મેસેજ ઘર ઘરની કહાની છે.....!**
*કોઈને વ્યક્તિગત સલાહ કે સુચન નથી.....!**આજે અમાપ સગવડોની વચ્ચે આપણે અને ખાસ તો આપણાં સંતાનો દુઃખી કેમ છીએ.....?**
અને.....*
*સગવડોના અભાવ વચ્ચે આપણા વડવાઓ સુખી કેમ હતા.....?*
*આ પ્રશ્ન લગભગ દરેકના મનમાં ઘુંટાય છે.....*
*જવાબ:*
*સૌ પ્રથમ તો સંતોષ.....,*
*બીજુ ચાદર જેટલી જ સોડ તાણવાની આદત.....,*
*ત્રીજુ સંયુક્ત કુટુંબની આદર્શ પ્રથાના કારણે એકબીજાની હુંફ મળી રહેતી અને નબળા પણ નભી જતા.....,*
*ચોથુ ઘરના તમામ સભ્યોનો એકબીજાને સહકાર.....,*
*અને*
*સૌથી અગત્યનું ભગવાનમાં શ્રધ્ધા અને ધર્મ ધ્યાન.....!*
*અને.....*
*આ બધાના કારણે તણાવનો અભાવ.....!*
*રહેણીકરણીની પદ્ધતિ :*
*આપણા પિતાજી*
*સાયકલ પર કે ચાલતા કામે જતા,*
*બહારગામ જવું પડે તો એસ.ટી.ની બસમાં અને ટ્રેનોમાં જ ફરતા,*
*બે જોડી કપડાં અને એક સેન્ડલ-ચંપલ પર આખું વર્ષ ખેંચી કાઢતા,*
*લગ્ન વખતે સીવડાવેલ સુટ, મોસાળામાં મળેલી ઘડિયાળ, ગીફ્ટમાં આવેલી એક વીંટી અને ઘરેથી મળેલ એક ચેઈન સિવાય બીજી કોઈ ફેશન કે ઘરેણાની તેમને અપેક્ષા જ નહોતી.....!*
*આપણી મમ્મી*
*આખા વર્ષનું અનાજ, કઠોળ, દાળ સીઝન પર સસ્તામાં બેસ્ટ માલ શોધી લાવી જથ્થાબંધ ખરીદતી,*
*બધું જાતે સાફ કરી દિવેલથી જાતે મોવાનું કરીને બધું સાચવતી,*
*વર્ષમાં ત્રણ વાર પીપડા ભરેલ અનાજ, કઠોળ, દાળ જાતે ઉલેચીને, તડકે તપાવતી અને ફરીથી ભરતી જેથી કશું સડી ન જાય,*
*ડોલ અને બેડાં ભરીને પાણી ભરતી,*
*કપડાં, વાસણ, કચરા, પોતાં, રસોઈ, ઈસ્ત્રી બધું જાતે કરતી,*
*બહારના નાસ્તા, મિઠાઈ નુકસાન પણ કરે અને મોંઘા પણ પડે એટલે જાતે બનાવતી,*
*અથાણાં, પાપડ, ચિપ્સ, ફરાળી કાતરી બધું જ જાતે બનાવતી,*
*હોટલમાં તો જવાનું જ શેનું.....?*
*બધું ઘરે બનાવતી.....!*
*આપણને આપણાં દાદા દાદી જ સાચવતાં.....,*
*ના કે બેબી સિટર.....,*
*આપણે ભાખરી, દુધ ખાતા.....,*
*ના કે બ્રેડ અને કુકીઝ.....,*
*કદાચ.....*
*આપણા પૈકી ઘણા આપણા પપ્પા, કાકાનાં જુનાં કપડામાંથી કાપકૂપ કરીને ફરીથી સિલાઈ કરાવેલા દરજીએ આપણા માપનાં બનાવી આપેલાં કપડાં પહેરતા.....,*
*આખા મહોલ્લા વચ્ચે એક બોલ બેટ, એક કેરમ, એક પત્તાની જોડ અને એક સાપસીડી.....*
*બસ, આ જ આપણી દુનિયા હતી.....!*
*આપણે સ્કુલે.....*
*દોડતા જતા હતા.....,*
*એકનું એક દફતર ભણી લઈએ ત્યાં સુધી ચાલે.....,*
*નોટબુકના વધેલાં પાનામાંથી બુક બાઈન્ડિંગ કરાવીને નવી નોટ બનાવતા.....,*
*મોટા ભાઈ બહેનો કે અડોશ પડોશના છોકરાઓની જુની ચોપડીઓથી ભણી લેતા.....!*
*જ્યારે.....*
*આજે દેખાદેખીમાં ઈન્ગ્લીશ મિડીયમના અને સારી ખાનગી સ્કુલના ખર્ચાઓ એક સંતાન દીઠ કુટુંબની આવકના 10% થી લઈને 25% સુધી.....!*
*ઘરમાં પણ મદદ માટે હાથ લંબાવતા.....,*
*સામાન ઊંચકવા કે કબાટો ખુરશી ટેબલને રંગકામ કરવા પીંછી ડબ્બા લઈને અને દિવાલોને ધોળવા કુચડા લઈને પપ્પા અને કાકા સાથે બેસી જતા.....,*
*મમ્મીને મદદ કરવા ડબા ભરીને લોટ દળાવવા આપણે જ જતા.....,*
*ઘરની બહારના ધક્કાધુક્કીના કામ આપણે જ કરતા.....,*
*સામે એક રૂપિયાની નારંગી પીપરમિન્ટ અને એક પેકેટ પારલે-જીમાં પણ આપણે ખુબ રાજી રહેતા.....!*
*ટુંકમાં.....*
*એ વખતે આપણાં સંતાનો જેવી કોઈને ચરબી ચઢેલી ન હતી.....!*
*કારણ કે.....,*
*ટીવી અને મોબાઈલ પર આવતો એડવર્ટાઈઝનો મારો ન હતો.....,*
*બ્રેઈન વૉશિંગ ન હતું.....,*
*લઘુતાગ્રંથી ન હતી.....,*
*ડીપ્રેશન ન હતું.....*
*જે છે એનો જ સંતોષ એ જ જીવન હતું.....!*
*એટલે જ.....*
*પપ્પાના ટુંકા પગાર અથવા ધંધાની ટુંકી આવકમાં મોટો બંગલો બંધાઈ ગયો.....*
*અને.....*
*આપણને હજી મહિને પચાસ હજાર થી પણ વધારે આવકમાં પણ બે બેડરૂમનો એક ફ્લેટ ખરીદવાનું મોંઘુ અને મુશ્કેલ લાગે છે અને જિંદગી આખી લોનના હપ્તાઓ ભરવામાં જાય છે.....!*
*કારણ.....*
*આજે બધાને ચરબી ચઢેલી છે.....!*
*ફેશન અને સ્ટેટસની ચરબી.....,*
*સરખામણી અને દેખાદેખીની ચરબી.....,*
*જાતે હાથપગ હલાવવાના બદલે બીજા પાસે બધા કામ કરાવવાની ચરબી.....,*
*રેડી ટુ ઈટ ફુડ અને રેડી ટુ કુક ગ્રોસરી ખરીદવાની ચરબી.....,*
*વારંવાર બહારનું હાનિકારક ભોજન નાસ્તા, પીણાં, ખાવા પીવાની ચરબી.....,*
*સંયુક્ત કુટુંબમાં રહેવાને બદલે વિભક્ત રહેવાની ચરબી.....,*
*મોબાઈલ - લેપટોપ - સ્માર્ટ વૉચ અને સ્માર્ટ ટીવી પર ચોંટી રહી બેડોળ અને આળસુ શરીર બનાવવાની ચરબી.....!*
*માટે.....*
*ચાલો.....,*
*ફરી એક વાર.....*
*વડીલો સાથે બેસીએ.....,*
*એમની સાદગીભર્યા જીવનની જુની વાતો સાંભળીએ.....,*
*એ જ જુનું અને સરળ વ્યક્તિત્વ કેળવીએ.....,*
*એકદમ સાદું જીવન જીવીએ.....,*
*સંતોષથી રહીએ.....,*
*જાતે જ બધું કામ કરીએ.....,*
*આપણાં બાળકોને પણ બધાં જ કામ કરતાં શીખવાડીએ.....,*
*ખોટા પૈસા ના ઉડાવવા જોઈએ એવું શીખવાડીએ.....,*
*ક્યારેય પણ કોઈની દેખાદેખી ન કરીએ કે ન તો આપણાં બાળકોને આવી દેખાદેખી કરવા દઈએ.....,*
*હંમેશાં બધું સારુ સારું જ શીખવાડીએ.....!*
*જિંદગી ફરીથી આનંદ આનંદ થઈ જશે.....!*
🙏🏻🙏🏻 👍👌😊🙏🏻. 🌞🙏 *જય માતાજી* 🙏🌞

No comments:
Post a Comment