Saturday, June 7, 2025

આત્મશાંતિ મેળવવા માટે રોજ કરો આ 5 કામ – જીવન જ બદલાઈ જશે

 


✍️ આત્મશાંતિ મેળવવા માટે રોજ કરો આ 5 કામ – જીવન જ બદલાઈ જશે

🕉️ આત્મશાંતિ મેળવવા માટે રોજ કરો આ 5 કામ – જીવન જ બદલાઈ જશે

આજના સ્પર્ધાભર્યા યુગમાં, લોકપ્રતિષ્ઠા, સગાંવહાલાંનો સાથ અને સુખસવલતો હોવા છતાં જ્યારે મનથી શાંતિ ગુમ થઈ જાય, ત્યારે બધું વ્યર્થ લાગે છે. કારણ કે સાચું સુખ બહારથી નહિ પણ અંતરાત્માની શાંતિ છે 

      જો તમે રોજ માત્ર 15-20 મિનિટ પોતાના માટે  સમય આપો તો આત્મશાંતિ મળવી સરળ છે.જેના માટે 5 અસરકારક પ્રવૃત્તિઓ જેને તમે જીવનમાં ઉતારશો તો તમારા અંદર અદ્ભુત પરિવર્તન આવશે.

1. રોજ પ્રભુ સ્મરણ સાથે દિવસની શરૂઆત કરો

દિવસની શરૂઆત કઈ ઊર્જા સાથે થાય છે એ આખો દિવસ નક્કી કરે છે. રોજ સવારે 5-10 મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ કરો.

> “જય શ્રીરામ”, “ૐ નમઃ શિવાય”, “ૐ” નો ધ્વનિ – જેમાં તમે માનતા હોય અને   મનને  શાંતિ આપે તે નામ પસંદ કરો અને તે નામ રોજ 5 થી 10 મિનિટ સ્મરણ કરો.

2. હનુમાન ચાલીસા નો પાઠ કરો (સાંજે/સવારે)

હનુમાન ચાલીસા એ માત્ર સ્તોત્ર નથી, એ ઊર્જા છે.

મન, ચિંતા, ભય અને નકારાત્મક વિચારોને દૂર કરવા માટે એ શ્રેષ્ઠ સાધન છે.રોજ સવાર / સાજ તમને જે યોગ્ય લાગે તે સમયે કરો

👉 ટિપ: દિવસમાં એક વખત શાંતિથી બેઠા રહીને પૂરા ભક્તિભાવથી પાઠ કરો.

3. પ્રતીક્રમણ અથવા આત્મપરીક્ષણ (Self-reflection)

રોજ રાત્રે 10 મિનિટ માટે પોતાને પુછો:

આજે  મેં શું સારું કર્યું?

કોઈનું દિલ દુભાયું તો નહીં ને?

શું હું દિલથી ક્ષમા માગી શકું?

> આવી અંદરની વાતો તમને આત્મિક રીતે મજબૂત બનાવશે.

4. અહિંસા અને દયા ભર્યું જીવન જીવો

જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કોઇને મન ,ક્રમ,વચનથી દુઃખ ન પહોંચાડો. શબ્દો (વાણી)અને કાર્ય બંનેથી દયાળુ રહો.

> "જેમાં દયા છે, એમાં ભગવાનનો વાસ  છે."

5. શાંતિભર્યું ભોજન અને જ્ઞાનપ્રદ વાંચન કરો

રોજ દિવસ માં  થોડો સમય Mobile થી દુર રહી  સારા સત્સંગ સાંભળો રાત્રે સૂતા પહેલાં એક શાંતિમય ભજન કે ભક્તિ ગીત સાંભળોજે  ભોજન અને મનોવૃત્તિ બંનેમાં શુદ્ધતા શાંતિ લાવે છે.

🪔 અંતમાં – આત્મિક વૃદ્ધિ એ ધીરે ધીરે થતી ક્રિયા છે

એક દિવસમાં શાંતિ નહીં મળે. પણ રોજ આ 5 વાતો તમે પ્રેમથી અનુસરો, તો 15-20 દિવસમાં જ you'll feel lighter, calmer, and more joyful.

🙏 ભગવાન તમારી આત્મિક યાત્રા સુખદ બનાવે.

> તમે પણ શાંતિ મેળવવા શું કરો છો? નીચે Commentમાં જણાવો કે આમાંથી કઈ વાત તમારા જીવનમાં already છે?


No comments:

Post a Comment