ક્યાં વસે તુલસી ને ક્યાં વસે રામ,
ક્યાં રે વસે રે મારા શ્રી ભગવાન.|
વનમાં વસે તુલસી, મંદિરમાં વસે રામ,
ગોકુળ માં વસે મારા શ્રી ભગવાન ।
શું જમે તુલસી ને શું જમે રામ,
શું રે જમે મારા શ્રી ભગવાન .
દૂધ જમે તુલસી ને દહીં જમે રામ,
માખણ જમે મારા શ્રી ભગવાન
શું પહેરે તુલસી ને શું પહેરે રામ ,
શું રે પહેરેમારા શ્રી ભગવાન
પાન પહેરે તુલસી ને વાઘા પહેરે રામ ,
મુગટ પહેરે મારા શ્રી ભગવાન
ક્યાં વસે તુલસી ને ક્યાં વસે રામ,
ક્યાં રે વસે રે મારા શ્રી ભગવાન.|
વનમાં વસે તુલસી, મંદિરમાં વસે રામ,
ગોકુળ માં વસે મારા શ્રી ભગવાન ।
શું જમે તુલસી ને શું જમે રામ,
રાધે રાધે 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

No comments:
Post a Comment