Thursday, September 10, 2026

આધુનિક બન્યા કે પોતાની જ ઓળખ ભૂલી ગયા આજના સમાજને એક નાનકડો સવાલ…

 


આધુનિક બન્યા કે પોતાની જ ઓળખ ભૂલી ગયા 
આજના સમાજને એક નાનકડો સવાલ…
    આજના સમયમાં માણસ ખરેખર આધુનિક બન્યો છે કે પછી આધુનિકતાના નામે પોતાની જ સંસ્કૃતિ, સંસ્કાર અને ઓળખથી દૂર થઈ ગયો છે?
એક સમય હતો જ્યારે ઘરમાં રોટલી બનતી અને પરિવારના બધા લોકો સાથે બેસીને પ્રેમથી ખાતા. આજે હાથમાં રોટલી રાખીને ખાવામાં પણ કેટલાક લોકોને શરમ આવે છે, પરંતુ જાહેરમાં પાર્લર કે રસ્તા પર સિગારેટ પીવામાં શરમ આવતી નથી.
આ કેવી આધુનિકતા?
    પહેલા કોઈને મળીએ ત્યારે દિલથી “જય શ્રીરામ”, “જય શ્રીકૃષ્ણ”, “રામ રામ” કહેતા. એ શબ્દોમાં લાગણી હતી, સંસ્કાર હતા અને પોતાના માણસપણાની ઓળખ હતી.
આજે એ જ શબ્દો બોલવામાં શરમ લાગે છે અને તેની જગ્યાએ “Hi… Hello…” બોલવું ફેશન બની ગયું છે.
ભાષા બદલાઈ, કપડાં બદલાયા, જીવનશૈલી બદલાઈ…
પણ શું આપણે એ સાથે આપણું માણસપણું પણ બદલી નાખ્યું?
💔સ્વાસ્થ્ય માટે ચાલવું જૂનું, પેટ્રોલ બાળવું નવું!
    ડોક્ટર કહે છે કે રોજ થોડું ચાલવું શરીર માટે સારું છે.પણ આપણે કહીએ છીએ:“ચાલવાનું? અરે ના… સમય નથી!”પરંતુ થોડે દૂર જવાનું હોય તો પણ મોટરસાયકલ કાઢવી છે.એક તરફ શરીરને સ્વસ્થ રાખવા માટે સમય નથી અને બીજી તરફ મોબાઇલમાં કલાકો સુધી બેસીને સોશિયલ મીડિયા જોવાનો સમય છે.
આ કેવી પ્રગતિ?
💔સાદું જીવન હવે ગરીબી લાગે છે?
પહેલા સાદગી માણસની ઓળખ હતી.ઘરે બનાવેલું ભોજન ગમતું.સાદા કપડાં ગમતા.વડીલો સાથે બેસીને વાત કરવી ગમતી.પરિવાર સાથે સમય પસાર કરવો ગમતો.ગામમાં એકબીજાના સુખ-દુઃખમાં ઊભા રહેવું ગમતું.
આજે?ઘરનું ભોજન કરતાં બહારનું દેખાડું વધારે ગમે છે.સાદગી કરતાં બ્રાન્ડ મહત્વનું લાગે છે.સંબંધ કરતાં સોશિયલ મીડિયા પરના “લાઈક” મહત્વના લાગે છે.
માણસ પાસે લોકો ઘણા છે, પણ વાત કરવા માટે પોતાનું કોઈ નથી.
💔બાળકોને સંસ્કાર આપવા માટે સમય નથી…
માતા-પિતા બાળકોને મોંઘી વસ્તુઓ આપી શકે છે, પરંતુ સમય નથી આપી શકતા.
બાળકને મોબાઇલ આપી દીધો એટલે જવાબદારી પૂરી!
પણ બાળકને દાદા-દાદી સાથે બેસાડવું, રામાયણની વાત કરવી, મહેનતનું મહત્વ સમજાવવું, વડીલોનું સન્માન શીખવવું—આ બધું ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે.
બાળકને અંગ્રેજીના શબ્દો આવડે એ સારી વાત છે.
પણ સાથે પોતાના ઘરના વડીલને “કેમ છો?” પૂછતા આવડે એ પણ એટલું જ જરૂરી છે.
💔દેખાડો વધ્યો, સંતોષ ઘટ્યો
આજે માણસ બીજાને બતાવવા માટે જીવે છે.
નવી ગાડી લીધી—ફોટો.🚘
નવું ઘર બનાવ્યું—ફોટો.🏠
નવી વસ્તુ ખરીદી—ફોટો.🛋️
બહાર જમવા ગયા—ફોટો🏩
પણ ક્યારેક વિચાર્યું છે?🤯
જે જીવન આપણે બીજાને બતાવવા માટે જીવી રહ્યા છીએ, તેમાં આપણે પોતે ખરેખર ખુશ છીએ કે નહીં?
સોશિયલ મીડિયામાં સ્મિત કરતો ચહેરો હંમેશા ખુશ હોય એવું જરૂરી નથી.
💔આધુનિકતા ખરાબ નથી, પણ…
આધુનિક ટેક્નોલોજી ખરાબ નથી.
મોબાઇલ ખરાબ નથી.
મોટરસાયકલ ખરાબ નથી.
ઇન્ટરનેટ ખરાબ નથી.
ફેશન પણ ખરાબ નથી.
ખરાબ ત્યારે બને છે જ્યારે આપણે નવી વસ્તુ અપનાવતા-અપનાવતા જૂના સારા સંસ્કાર ભૂલી જઈએ.
આધુનિક બનો, પરંતુ માતા-પિતાને ભૂલશો નહીં.
આગળ વધો, પરંતુ મૂળિયાં કાપશો નહીં.
ફેશન કરો, પરંતુ સંસ્કાર છોડશો નહીં.
વિદેશી ભાષા શીખો, પરંતુ પોતાની માતૃભાષા બોલવામાં શરમ ન અનુભવો.
નવી ટેક્નોલોજી વાપરો, પરંતુ પોતાના સંબંધોને ટેક્નોલોજીના હાથમાં સોંપી ન દો.
💔અંતે એક જ સવાલ…
આપણે ખરેખર આધુનિક બન્યા છીએ?
કે પછી…
બીજાની નકલ કરતાં-કરતાં પોતાની ઓળખ જ ભૂલી ગયા છીએ?
આધુનિકતા એ નથી કે
“લોકો આપણને જોઈને વાહ વાહ કરે.”
સાચી આધુનિકતા તો એ છે કે
આપણી પ્રગતિ સાથે આપણો વિચાર, સંસ્કાર, સ્વાસ્થ્ય, પરિવાર અને માણસાઈ પણ આગળ વધે.
ચાલો, આધુનિક બનીએ…
પણ એટલા નહીં કે એક દિવસ અરીસામાં પોતાને જોઈને પૂછવું પડે—
“હું બદલાયો છું કે મારી ઓળખ જ ખોવાઈ ગઈ છે?”
તમને આ વાત સાચી લાગી હોય તો એક વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો. કદાચ કોઈ એક માણસને પોતાની જૂની સારી ટેવો યાદ આવી જાય.

No comments:

Post a Comment